હાર્ટફુલનેસ માર્ગદર્શક શ્રી કમલેશ ડી. પટેલની ભાવનગર મુલાકાત

તારીખ 6 ઓગસ્ટના રોજ હાર્ટ ફૂલનેસ અને શ્રી રામચંદ્ર મિશનના વૈશ્વિક માર્ગદર્શક શ્રી કમલેશ ડી પટેલ (શ્રી દાજી) એ ભાવનગર કેન્દ્રની મુલાકાત લીધેલી. તેઓને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ સન્માનિત કરેલ છે અને કોમન વેલ્થ દ્વારા Global Peace Ambassador તરીકે પણ સન્માનિત કરેલ છે. પૂ દાજીના સાનિધ્યમાં ભાવનગર ખાતે 500 થી વધુ લોકોએ હાટુફુલનેસ ધ્યાનનો અનુભવ કર્યો. આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભારતીબેન શિયાળ, સાહિત્યકાર શ્રી વિનોદ જોશી, ભાવનગર યુનિવર્સિટીના યોગગુરૂ શ્રી જાડેજા સાહેબ, CSMCRIના ડાયરેક્ટર શ્રી કનનસાહેબ, શ્રીમતી અમરજ્યોતિ ગોહિલ અને શ્રી કિરીટસિંહજી ગોહિલ જેવા ઘણા મહાનુભાવોએ ભાગ લીધેલ. તદુપરાંત અમર જ્યોતિ સરસ્વતી વિદ્યાલય, અમર જ્યોતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલના 300 જેટલા વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ ધ્યાનનો અનુભવ કર્યો.

હાર્ટફુલનેસ સંસ્થા 190 જેટલા દેશોમાં ફેલાયેલી છે અને સમાજના દરેક ખૂણે નિશુલ્ક હૃદય આધારિત ધ્યાન દ્વારા સામાજિક જીવન જીવવા સાથે માનવીય સંપૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે શીખવાડે છે. તદુપરાંત પર્યાવરણ માટે Forest by Heartfulness સંસ્થા દ્વારા હૈદરાબાદ, મધ્ય પ્રદેશમાં ગુજરાતના વડોદરા, જામનગર અને પાલીતાણામાં અસંખ્ય વૃક્ષ વાવવાનો પ્રોજેક્ટ હાથ ઉપર લીધેલ છે. આ સંસ્થાનું વૈશ્વિક કેન્દ્ર Kanha Shanti vanam હૈદરાબાદ ખાતે આવેલ છે. જ્યાં એકી સાથે એક લાખ લોકો ધ્યાન કરી શકે તેવો વિશ્વનો સૌથી મોટો મેડીટેશન હોલ છે.



Other Services

Similar Posts